પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકીય પ્રતિનિધાન ૧૯૩
 

ચાલતી મુત્સદ્દીગીરી તે માનવજાતના ભલા માટે તો નથી જ; સત્ય ઉપર આધાર રાખી રહેલી મુત્સદ્દીગીરી તે માનવજાતના ભલા માટે તો નથી જ; સત્ય ઉપર આધાર રાખી રહેલી મુત્સદ્દીગીરી તો નથી જ. સ્વાર્થ; લોભ, ગર્વ, અને શંકાની એ સુરંગોમાંથી વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળે તે કહી શકાય એમ નથી. યુદ્ધે ચઢનારી માનવતા માનવ રાજકારણની એક ક્રૂર નિષ્ફળતા છે. એ કુટિલ રાજનીતિ નવા વિશ્વમાંથી જવી જાઈએ. એમાં પ્રતિનિધિમંડળ બહુ ઊંચો અને સ્વચ્છ ભાગ ભજવી શકે એમ છે. સાચી પ્રજાનું પ્રતિનિધિમંડળ પરદેશમાં એવું તો કાંઈ જ ન કરે કે જેથી યુદ્ધનો સંભવ વધતો રહે.

રાજકારણમાં આમ પરદેશ પ્રતિનિધાન, પરદેશ પ્રતિનિધિમંડળ બહુ આવશ્યક છે. હવે તો એ પ્રતિનિધિમંડળ માટે વિશિષ્ટ કેળવણી આપવાની આવશ્યકતા સ્વીકારાઈ છે. એ માટે વિશિષ્ટ અમલદારી તંત્ર પણ યોજવામાં આવે છે. બહુશ્રુતપણું, વિપુલ ભાષાજ્ઞાન, સ્વભાવની વિશિષ્ટ કેળવણી, વાતચીતની લઢણ દેખાવ–છાપ પાડવાની શક્તિ વગેરે અનેક પ્રકારની આવડત પ્રતિનિધિમંડળમાં દાખલ થવા માટે આવશ્યક મનાય છે. લશ્કરી અમલદારોને એ અંગે વિવિધ ભાષાશિક્ષણની તાલીમ આપવામાં આવે છે. કારણ, હાલના પ્રતિ નિધિમંડળમાં રાજકીય લશ્કરી, વ્યાપારી અને સાંસ્કૃતિક વિભાગ, પણ ખીલવવામાં આવે છે. ગુપ્તચર કરતાં પ્રતિનિધિમંડળનુ કામ વધારે સ્વચ્છ અને વધારે કાયદેસર મનાય છે. છતાં એમાં ઊંડે ઊંડે ગુપ્તચરપણું રહે ખરું. એ અર્થે સંજ્ઞા, ચિન્હો અને સંજ્ઞાભાષાની વિશિષ્ટ આવડત પણ આવશ્યક ગણાય છે. પ્રતિનિધિ મંડળના ઉચ્ચ અધિકારીઓની પત્ની પણ પ્રતિનિધિના કાર્યમાં ઉપયોગી થઈ પડે એમ મનાય છે. એટલે તો એ મહાવિશાળ અને ખર્ચાળ ખાતાનું સ્વરૂપ ધારણ કરી રહે છે. ખર્ચાળપણું અને ડોળ દમામ એ જો વિકાસનું ચિન્હ હોય તો ભારતીય સ્વરાજનું પ્રતિનિધિમંડળ બહુ વિકસિત બન્યું છે એમાં શક નહિ. એમાં ગાંધીની સચ્ચાઇ રહેલી છે કે કેમ એ પ્રશ્ન છે. એ પ્રશ્ન તો આખા ભારતીય રાજકારણ માટે પૂછી શકાય એમ છે.