પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ :૨૧
 

Poets are born, not made; “ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ” જેવા સિદ્ધાંતો; वाक्यं रसात्मकं काव्यम् જેવાં સંસ્કૃત કાવ્ય-આધારો, કાવ્ય અને કાન્તાની સરખામણી જેવાં કાવ્યસાહિત્ય અને કવિમાનસની વિશિષ્ટતા ઉપર ભાર મૂકતાં વાક્યોને આધારે સાહિત્ય પ્રજાકીય અને પ્રજાપ્રિય બનતું અટકી ગયું અને સામાન્યતા જેની સામે પણ ન જુએ એવું મિથ્યાભિમાની શિષ્ટ કહેવાતું સાહિત્ય આપણે સહુ ઉપજાવી બેઠા. એટલું જ નહિ વિદ્વાનોની વિચિત્રતાઓ, સાહિત્યકારોના ફાંટા અને કવિઓના ઘમંડને આપણે પોષતા ચાલ્યા. અમુક જાતની ઘેલછા વગર પ્રતિભા જન્મે જ નહિ એવો સ્વીકાર કરી લઈ આપણે જનતા અને સાહિત્યકારે વચ્ચે પડેલું અંતર વધવા જ દીધું.
સાહિત્ય એ વ્યકિતવિશેષ દ્વારા પ્રગટ થતા કલાપ્રકાર ભલે હેય: પરંતુ એની સાચી ઉત્પત્તિ પ્રજાને ઘડતાં બળોમાંથી જ થાય છે, એ વાત વીસરાતી ચાલી; અને સાહિત્યના સાર્વજનિક પ્રકારો પણ લુપ્ત થવાનો ભય ઊભો થયો. છાપકામને લીધે વળી સાહિત્યનું અતડાપણું વધી ગયું. સાહિત્ય એ એકાંતમાં કોઈ દેખે નહિ એવી રીતે, આપણે એકલા જ વાંચનાર એનો રસ લઈ એ એવી સ્વાર્થી વૃત્તિને પોષનારું આનંદતત્ત્વ બની ગયું.
'કવિતા કહીએ કલ્પના જનમન રંજન જાણ’ એ દલપતરામની વ્યાખ્યા પૂરેપૂરી સાચી ભલે ન હોય, પરંતુ સાહિત્યમાં રંજનતત્વ જાણે હોવું જ ન જોઈએ એવી પ્રગટ કે અપ્રગટ માન્યતા સ્થિર થતી ચાલી. સાહિત્યકારોની અંગત ઉર્મિઓ, અંગત રોદણાં, અંગત વિચિત્રતાઓ સાહિત્યમાં ઊતરી આવ્યાં અને જનસમાજનાં માનસ સાથેનો મેળ corelation એમાંથી લુપ્ત થતાં ચાલ્યો. એ રંજનતત્વ પ્રત્યેના તિરસ્કારમાં આપણું નવી કવિતા કેટકેટલા દસકા સુધી હસીહસાવી પણ શકી નથી. જાણે હાસ્ય એ રસ જ ન હોય, અને રસ હોય તો પણ તે કવિતા જેવા શિષ્ટ આકારમાં ઊતરવાને અધિકારી પણ ન હોય ! વીસમી અને ઓગણીસમી સદીમાં આપણી