પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૩૭
 

જનતાના જીવનનો સાચો પડઘો પાડવા માટે, એ પડઘા દ્વારા વિશાળ જનતાને પ્રેરણા આપવા માટે યોજાતી સાહિત્યવાણી સાચા માર્ગે જાય છે અને ત્યારે જ કહેવાય કે જ્યારે સાહિત્ય માનવીનો માર્ગ પણ ચોખ્ખો કરી આપે. સામાન્ય સાહિત્ય પ્રતિબિંબ બનીને આનંદ આપે, માર્ગદર્શક બળ બનીને એ આપણા ધ્યેય તરફ ઘસડી જાય ત્યારે એ અમર સાહિત્ય બની શકે.

આપ સહુ સાહિત્યને-સાહિત્યકારોને સમભાવથી પોતાના માની લો તેથી સાહિત્યમાં અમર સર્જન પણ થશે. ! સમત્વસૂચક જીવન–સાચું જીવન આપણું હોય તો સાહિત્ય પણ સાચી જ અને અમરકૃતિ આપશે જ આપણા માનવીના અને સાહિત્યના માર્ગ એક જ છે. સાહિત્યએ માનવીનો સાચો સંસ્કારમાર્ગ.