પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું મારાં પાત્રો કેમ સર્જું છું ? : ૭૧
 

ભજવતું હેાય એમ માનીએ તોય પ્રતિષ્ઠાનું તત્ત્વ જીવનમાં બહુ અનિશ્ચિત છે. એ સમજતાં વધારે વાર લાગતી નથી. વિદ્યાર્થીઓને હસ્તાક્ષરો આપતી વખતે આપણે પોતાને કદાચ પ્રતિષ્ઠાસંપન્ન માની લઈએ પરંતુ અમલદારને થતી સલામ ધર્મગુરુ કે રાજકીય નેતાઓને થતાં નમન, અને ધનપતિઓની આસપાસ વાગતી ભૂંગળ કે ભૂંગળાં આગળ લેખકની પ્રતિષ્ઠા કશી વિસાતમાં નથી, પ્રતિષ્ઠાની જ શોધમાં હું લેખક થયેા હોઉં એમ મને યાદ નથી.

ત્યારે લેખક લખે છે કેમ ?

ઝખ મારવા! એટલો જ માત્ર જવાબ આપ્યો હોય તો ઘણું ઘણું સમજાઈ જાય એમ છે. પરંતુ એ જવાબ આપવાના પ્રસંગો હું ભાવિ માટે રહેવા દઉં.

કોઈ એવું માનસિક સંચલન જરૂર હોય છે જે લખવા વ્યક્તિને પ્રેરે છે એને ધક્કો કહીએ ઊર્મિ કહીએ, આવેગ કહીએ, પ્રેરણા કહીએ કે પયગામ કહીએ : જેવું આપણે આપણું મહત્ત્વ આંક્યું હોય એ પ્રમાણે શબ્દ ગોઠવીએ; સર્જનને સ્વાભાવિક ક્રિયા કહીએ તો પ્રત્યેક માનવીમાં ગુપ્તપણે લેખક છુપાતયેલો જ હેાય છે. માટે જ લેખકોને વાચકો મળે છે. માત્ર મોટા ભાગના માનવીઓને તેમની ઊર્મિ જુદાં જુદાં સર્જનક્ષેત્રોમાં લઈ જાય છે; લેખન દ્વારા થતા સર્જન માટેના જરૂરી વ્યાયામથી ઘણા માનવીઓ કંટાળી જાય છે, જીવનસંગ્રામ કેટલાયને લેખનવ્યવસાય માટે સમય આપતો જ નથી. એટલે લેખન માત્ર વિશિષ્ટ અભિમુખતા કેળવ્યા સિવાય સિદ્ધ થતું નથી. માત્ર ઊર્મિ અને પયગામ હૃદયને ધક્કા મારતા હોય તેાય બધાં માનવી લેખક બની શકતા નથી. અને એ જ ઠીક છે ! માનવીની અનેક પ્રકારે વ્યક્ત થતી સર્જનક્રિયાનો લેખન એક પ્રકાર છે, અને તેની સચેાટ અસર ઉપર તેની કિમત અંકાય છે.

એ સર્જનક્રિયા પાત્રોને કેમ સર્જે છે. એનો આછો અનુભવ એકાદ દષ્ટાંતથી જ આપવો વધારે સુલભ થશે. ‘ગ્રામલક્ષ્મી’ નામની એક નવલકથા મેં ચાર વિભાગમાં રચી છે, જેની પહેલાં પણ મેં કેટલીક નવલકથાઓ લખી હતી. વ્યવસાયે હું એક મુલકી અમલદાર