પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવતર સાહિત્યનાં પ્રેરક બળો : ૮૧
 

સને ૧૯૦૦ થી ૧૯૨૦ સુધીના રોમાંટિક-ઊમિ બાહુલ્યના યુગ. એમાં ઊર્મિ વધારે ઊંડી બની, કલ્પના ખૂબ ઉન્નત થઈ. ભાવનાઓએ સ્પષ્ટ અને ઉન્નત સ્વરૂપ ધારણ કર્યાં. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો ગુજરાતી વાણીએ અનુભવ કર્યો. ઝળકભર્યું… દેશાભિમાન તેમાં વિકસી આવ્યું. અને મસ્ત, તરંગી અને મુક્ત પ્રેમની ભાવના સારા પ્રમાણમાં ખીલી નીકળી. એ વિભાગ ૧૯૦૦ થી ૧૯૨૦ સુધીનો.
૧૯૨૦થી ૧૯૪૦ સુધીના ગાંધી યુગમાં બે ફાંટા પડી ગયા છે. એક શુદ્ધ ગાંધીવાદી પ્રવાહ અને બીજો ગાંધીવાદ સાથે પૂરો સુમેળ ન સાધી શકેલો સામ્યવાદી સાહિત્યનેા ફાંટો. અલબત્ત, આ ગાંધીવાદી સાહિત્યમાં એની પહેલાંના સાહિત્ય કરતાં વિવેક અને સચ્ચાઈનો રણકાર વધારે છે; જો કે ન્હાનાલાલનાં કલ્પના ઉડ્ડયન અને વાણી – પ્રભુત્વ હજી સુધી આ યુગને મળ્યાં નથી. કદાચ નિત્યના રાજકીય પ્રસંગોમાં એ પ્રવાહ અટવાઈ જઈ સકોચ પામી રહ્યો હેાય એ પણ શકય છે.

લગભગ સો વર્ષ ના નવતર સાહિત્યનાં પ્રેરક બળો ઐતિહાસિક ક્રમમાં ગણાવી જવાં હેાય તે નીચે પ્રમાણે ગણાવી શકાય :

પ્રથમ વિભાગ—દલપત નર્મદ યુગ – ૧૮૫૦ થી ૧૮૮૦

સુધારો : ( ૧ ) અંગ્રેજી રહેણીકરણી અને શિષ્ટ સભ્યતાનો મોહ—આપણા અવ્યવસ્થિત હિંદી જીવનને પડછે.
આપણી રહેણી કરણીની ખામીઓ પ્રત્યે ઉગ્ર તિરસ્કાર, કંટાળો, ધર્માચારની અતિશયતા પ્રત્યે અભાન.
આપણા ધર્મ પ્રત્યે અણગમો, ધર્મે બાંધેલી આચાર મર્યાદાઓ તોડવાનું બંડખોરપણું, ન્યાતજતના વાડા વિરુદ્ધ બળવા, ખાવાપીવાની છોછ તોડવાની વૃત્તિ, વહેમ સામે બંડ

હિંદની પડતીનુ ભાન—જેમાંથી પ્રાથમિક સ્વદેશાભિમાન જન્મ્યું.

અંગ્રેજ રાજ અમલ પ્રત્યે ઈશ્વરી સકેતનું ભાન.

નવા જીવનનો ઉલ્લાસ—ઉત્સાહ.

ધર્મ અને સાહિત્યનું વિભાગીકરણ.