પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરુષાતનની પ્રતીતિ
123
 


“કોણ ?”

“અમદાવાદની રાજ-લખમી. આભા થાવ મા, સાંભળો વધામણી, બીજું કોઈ નહિ, મારો ભાઈ આવ્યો છે.”

“તારો ભાઈ ?”

“હા, હા, હા, મારો ભાઈ નહનૂ.”

“નહનૂ મુઝફરીઓ ?”

“અરે સંભાળો સંભાળો, જીભ સંભાળો, મુઝફરીઓ નહિ, મુઝફ્ફરશાહ.”

“આંહીં ? દલ્લીનો કેદી, આંહીં ક્યાંથી ?”

“દલ્લીથી”

“છૂટ્યો ?”

“ના, ભાગી આવ્યો.”

“ત્યારે તો વધામણી નહિ આફતના ડંકા, મોતનું તેડું, કાળનો દાવાનળ.”

“અરે ચમકો મા, અસ્ત્રીની અક્કલ ઉપર આટલો બધો અવિશ્વાસ આણો મા. ભાઈ મારો નથી તમને મોતનું તેડું કરવા આવ્યો. તમને ભેંસુંના ગોવાળને ગુજરાતની અમીરાઈનો પહેલો પટો બંધાવવા આવ્યો છે. તમે ઝટ સાબદા થઈ જાવ – આપણો સૂરજ આજ સમો ઊગ્યો છે. ઊગતા ભાણને ભાવની અંજળીઉં આપો, કાઠીરાજ ! અને પછી માણકી પલાણો.”

“મને વિગતેથી સમજાવો, રાણી. મને કાંઈ ગમ પડતી નથી.”

“સાંભળો. મારા ભાઈનું ભૂંડું કરવાવાળો કપાતર ઇતમાદખાં પસ્તાઈને મક્કે હજ પડવા હાલ્યો ગયો’તો, ત્યાંથી એ પાછો દલ્લી આવ્યો. અકબરશાએ ખોટ ખાધી, ગુજરાતની સૂબેદારીનો રુક્કો આ ભાભા ઇતમાદને આપ્યો. આગ્રામાં એ જાણ થઈ અને મારા ભાઈની આંખ ફાટી. અકબરશાહની તમામ રયાસત અને સેના ઢાકા, બંગાળા ને દખણના દંગા દબાવવા હાલી ગઈ છે. નહનૂ ભાઈ આગ્રેથી ભાગી