પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જમાતનો મેળાપ
165
 

 “તો પછી કોની વાટ જુઓ છો ?” નાગે જવાબ આપ્યો : “મારે ખાંપણની કે કફનની બેમાંથી એકેયની જરૂર નથી.”

“કોણ છો ?”

“ફોજનો આદમી છું.”

“કોની ફોજનો ?”

"છાયાના જેઠવા રાજની.”

“નગરની નહિ ?”

“ના, એ અમારા દુશ્મન ગણાય.”

“તેં સાંભળી છે વાત ?”

“શેની ?”

“માજી સુલતાન મુઝફ્ફર આ તરફ નીકળ્યાની ?”

“તમે કોણ છો ? એના માણસો છો ને ?”

થોડીક વાર ખચકાઈ રહીને બંદૂકદારોએ કહ્યું : “હા. એ ક્યાં ગયા, ખબર છે ?”

“આલેચને ડુંગરે : હેડમ્બાને હીંચકે : મને મળ્યા’તા થોડાક જુવાનો. ભલામણ કરતા ગયા કે મુઝફ્ફરશાના માણસો મળે તો કહેજે : આલેચને ડુંગરે છૈયેં અમે.”

“બરડામાં નહિ ?”

“ના, બરડો તો ક્યાંય છેટો રહ્યો. આ તો આજ સવારે જ આલેચમાં ઊતર્યા.”

“આલેચનો મારગ કયો ?”

“આંહીંથી ભાણવડ આવશે. ને ત્યાંથી મારગ ડાબો મરડાશે. સીધા ‘હેડમ્બાને હીંચકે’ જઈ ઊભા રહેશો તમે.”

“તું કઈ બાજુ જાય છે, જુવાન ?”

“ખોટું કહું કે ખરું ?”

“ખરું કહીશ તો બક્ષિશ દેશું.”

“ત્યારે હું એ જ લાલચે આંહીં આંટા મારું છું. મુઝફ્ફરશાના