લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘ભૂચર મોરી’
181
 


“વિવાનું નામ લે મા. હું વાત કાઢું કે રોઈ પડે છે. રજપૂતના છોકરા ઝૂંપડે ટોળે વળે છે. ભલભલા જુવાન નત્ય એની નજરે પાડું છું. પણ રાજુલ કહે છે કે એ એકેય નહિ. પૂછું કે ત્યારે કોણ ? તો જવાબ દ્યે છે કે આવશે, આવશે, એક દી એ આવશે.”

“કોણ આવશે ?”

“નામઠામ નથી દેતી.”

“તનેય ખબર નથી ?”

“ના, ખબર એટલી જ છે કે તે દી ગાંડા હાથીવાળો બનાવ નાગનીમાં બન્યો ત્યારથી ફટક્યું છે.”

“લે હવે છાનો મર. આ આવી રોટલો લઈને.”

“તુંયે છાનો મર, પાણા !”

રાજુલ દીકરી ભાત લઈને આવી. બાપ ખાવા બેઠો. બાપને જમાડીને દીકરીએ વાત કાઢી : “બાપુ, હાલો ક્યાંક બીજે. અહીં નથી રે’વું”

“કાં ?”

“બીક લાગે છે.”

“બીક ! તને બીક ? કોની બીક ? તું પોતે જ ડાકણ છો ને તને બીક કોની ?”

“આ ટીંબાની.”

“ક્યારથી લાગી ?”

“થોડા દીથી.”

“શું છે ?”

“બાપુ.” દીકરીએ ઘણીઘણી રકઝક પછી ભરમ ખોલ્યો : “રાતે તમે સૂઈ ગયા હો ને હું ધણને નદીકાંઠે પહર ચારતી હોઉં છું ત્યારે આ સામી ધારને માથે મને એવી કોઈક નવીન જાતનાં પંખી દીઠામાં આવે છે, કે જે મેં ક્યાંય કોઈ દી જોયાં નથી.”

“અરે મૂરખી,” બાપે છાશમાં તરબોળ મૂછો લૂછતાંલૂછતાં કહ્યું :