પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલું ટીખળ
191
 

 હવે વધુ ઊભવાનું પ્રયોજન રહેતું નથી. તો ય એણે પૂછવું : “ભૂચર મોરી ક્યારે આવવાના છે ?”

“કાલ સાંજે.”

વધુ વાર રોકાવાનું બહાનું હાથ ન આવ્યું એટલે એણે ઘોડો વાળ્યો. પાછળથી સાદ પડે એવી આશાએ ધીરે પગલે ગતિ કરી. થોડેક દૂર ગયો ત્યારે પાછળ રાજુલનો કટાક્ષ પહોંચ્યો : “ઘોડાનું પૂંછડું પડી ગિયું.”

નાગડે ઘોડો થોભાવ્યો. ચોમેર નજર કરી. સ્થાન નિર્જન હતું. ઘોડો ઊપડતે પગલે પાછો લીધો અને રાજુલ ઝૂંપડીમાં પેસી જાય તે પહેલાં તો ઘોડો આડો ફેરવીને કહ્યું : “લાવો, જરી આપજો તો પૂંછડું.”

“આ લે.” કહી રાજુલે અંગૂઠો દેખાડવા હાથ ઊંચો કર્યો એ પળે જ એણે ઘોડે બેઠેબેઠે દેહ લંબાવી રાજુલનો હાથ બાવડેથી પકડી, આખા શરીરને ઊંચે ઉઠાવી ખોળામાં નાખીને ઘોડાને દોટાવી મૂક્યો. ને ગાયોનું ધણ હીંહોરા દેતું પાછળ થયું.

આઘે જઈને એણે ઘોડો થોભાવ્યો. રાજુલ એના ખોળામાં પડીપડી ચંદ્રને જોઈ રહી. એણે જુવાનની કમ્મર ફરતો હાથ નાખ્યો. રાજુલના બેઉ ગાલ જુવાનને પોતાની સમક્ષ કોઈકે નજરાણો ધરેલા હેમના ખૂમચા લાગ્યા. એ ગાલો પર બે ચુંબનો ચોડીને પછી એણે ગાયોની દોટાદોટમાંથી બચવા રાજુલને ધરતી પર લસરતી મૂકી. રાજુલે થોડી ઘડી પેંગડું પકડી રાખ્યું. અસવારે પૂછ્યું : “પડી ગયેલું પૂંછડું પાછું દેવાનાં મૂલ પહોંચ્યાં ને ?”

રાજુલ હાંફતી હતી. બોલી ન શકી. એને એ પળ મરવાની મનેચ્છા કરાવનારી લાગી. એનાં લોચન અરધાં બિડાયાં હતાં.

“અધૂરાં મૂલ ચૂકવવા કાલ સાંજે આવીશ. ખેચર – અરે, ભૂચર મોરીને આંટો ખવરાવશો મા.”

એટલું કહીને એ ઊપડી ગયો, તે પછી પોતે ઝૂંપડીએ ક્યારે આવી તેનું સ્મરણ રાજુલને વળતે દિવસ પ્રભાતે નહોતું રહ્યું. પોતાનું