પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
234
સમચંગણ
 

 “ખપી ગયો.”

“અરરર? એનાં બાળબચ્ચાંનું વહાણ તો છૂટી ગયું હતું ને?”

"ક્યાંથી છૂટે? માછીમારોને એવી અક્કલ ક્યાંથી હોય?”

"ત્યારે ?”

"ત્યારે શું? એ તમામ મંડ્યાં લડવા ને કપાઈ ગયાં. ને તમારી ગોત કરવા સારુ મુગલોએ સંગ્રામનું ગામ જ આખું ગઢ સોતું સળગાવી દીધું.”

બુઢ્ઢો વેશધારી ફકીર બેઠોબેઠો 'ફાતીહા' પઢવા લાગ્યો. એ શું કરે છે તેની પૂરી ગતાગમ વગરના રાવ ભારોજી બોલતા જ રહ્યા: “બીજું તો ઠીક, પણ માછીમાર મુરખાએ મારું ઘર બતાવી દીધું હશે તો શું થશે? તામાં ને તામાં કહી પણ નાખ્યું હોય. એનાં કાંઈ ભરોસા થોડા ! રાજની રીત જાણે ક્યાંથી? લ્યો, ટપ કરતા મરી ગયા ! ભૂચર મોરીનું પણ ઈ જ થયું, હું જઈ ન શક્યો, નીકર લામાને અને દૌલતખાનને હું વીફરવા દેત નહિ, પણ મારાથી પહોંચાયું નહિ ને !”

ફાતીહા પઢીને ફકીરે આંખો લૂછી. પછી પૂછ્યું: “રાવ સાહેબ, હું ક્યાંઈક તમારા પર આફત ઉતારીશ. હું અહીંથી ખસી જાઉં તો કેમ?”

"ના રે ના, હું એ સોરઠવાળાઓ જેવી કે ઓખાના માછીમાર જેવો થોડો છું ! ને આંહીં તો મારા ધીણોધર ડુંગરામાં તો ભલેને મુંગલા આંટા મારે, પત્તો લાગે નહિ. આંહીં એનું એક ઘોડું-ગધેડુંય પહોંચે નહિ. ને જો માણસો આવે તો મારી ઝાડવે ઝાડવે ચોકી છે. એકએક હડસેલાના સાથી છે મુંગલા ઊંડી કોતરોમાં જઈ પડે તો હાડકુંય ન રહે. આંહીંથી બેટા તમને કાઢી જઈ શકે નહિ. આ તો માનું પેટ છે, સુલતાન !”

ફકીરવેશધારીને ફરી એકવાર આંહીં પોતાની અમ્મા યાદ આવી - ભદ્રના કિલ્લામાંની અમ્માની ચીસો યાદ આવી. ભદ્ર, અમદાવાદ, શેરખાન સાથેનું યુદ્ધ, અશ્વ, આગ્રા, યમુના તીર, આગ્રાથી ગુજરાત