પૃષ્ઠ:Samarangan.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપે તરછોડેલો
15
 

“તમારો ? જેસાભાઈ ! તમારો છોકરો ? હે-હે-હે-હે.” જામ સતાનાં પાંસળાં હાસ્યથી ફાટ ફાટ થયાં. “તમારો ? હેં જેસાભાઈ ! તમારો ?”

“આખરે તો અમે તમારાં ગોલાં ને તમે અન્નદાતા !”

“અરે, એમ તે કાંઈ હોય, જેસાભાઈ ? તમને ફરી પરણાવીએ. વાત શી કરો છો ? આમ તે કાંઈ જીવ્યું જાતું હશે ?”

“હવે ક્યાં ધોળાંને કલપ લગાવવો, અન્નદાતા ! ધણીની મહેર છે તે જિંદગી નીકળી જશે.”

“ભારે કરી... ઈ... ઈ... કરાફાતની કરી આ તો, જેસાભાઈ !” એમ કરીને સતો જામ, બેફાટ હસતાહસતા જેસા વજીરને ખભે ને છાતીમાં રોનકી રીતના ધક્કા દેતા રહ્યા.

વજીરની પદવી ભોગવનાર ડાહ્યો ને દૂરંદેશ એ ખવાસ યોદ્ધો, પોતાની સાત પેઢીના ગોલાપણાનું રાંકડું રૂધિર જરીકે ધગવા દીધા વગર, ધણીની રોનકી પ્રકૃતિને દરગુજર કરતો ઘેર ચાલ્યો ગયો. 

3
બાપે તરછોડેલો

.

બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જોમાંબાઈ વજીરના ઓરડામાં દાખલ થઈ. અને એણે છોકરાને કહ્યું : “જા જોઉં, તારા બાપુને હેત કર.”

જેસા વજીરે ઓરતના હાથે વળગેલા બાળક પર એક તીરછી નજર નાખીને પાછી આંખો પોતાની કમર તરફ ફેરવી લીધી. કમરબંધ ખોલીને ઢોલિયા માથે પડતો મૂક્યો. એમાંથી તમંચો બહાર કાઢ્યો.

“જો નાગ, રમકડું.” જોમાંબાઈ વજીરનું અતડું દિલ કળી ગયા. છતાં કારણ નહોતાં કલ્પી શક્યાં એટલે હજુ ય બેટાને બાપ તરફ