પૃષ્ઠ:Samarangan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક નહનૂ
29
 

 સરાણના પટા ખેંચતી હતી. નહનૂને જોતાંની વાર જ એ પુકારી ઊઠી : “ભાઈ, તું આવ્યો ? તું તે કિયાં ખોવાઈ ગયો’તો ?”

“ભેંણ ! તેં પરણી લીધું ?”

“હા, તું તો ન આવ્યો ને !”

“હું તો સુલતાન બન્યો સુલતાન !”

“ને અમારાં તો માટલાં બરોબર ફૂટ્યાં.”

“કેમ કરીને ?”

“તું જોવા આવ્યો નૈ ને ? ખરું, માલા ! કેવાં માટલાં ફૂટ્યાં ? ઓણ સરાણિયાની પંદર છોકરિયું પરણી, પણ. આવાં રૂડાં માટલાં કોઈ કરતાં કોઈનાં માવતરનાં ફૂટ્યાં નથી. અમે તો ન્યાલ થઈ ગયાં, ન્યાલ !”

સરાણ-પટ્ટો ખેંચતીખુંચતી આખી કાયાનું કલેવર હીંડોળે ડોલાવી રહેલ કન્યાના મોં પર સુખની ને સૌભાગ્યની લહેરો રમવા લાગી. બેઠી હતી તેની આસપાસ ચાલીસેક હાથનો ઘેરાવો રચીને એનો ભાતીગળ ઘાઘરો પથરાયો હતો. એના બાજુબંધોમાંથી પીળાં ફૂમતાં ઝૂલતાં હતાં. માનવ-લોકનું એ જાણે પાંખ-દુપટ્ટા ઝુલાવતું પતંગિયું હતું.

“ભેંણ ! વાત તો કહે, કેવી રીતે હાંડલાં ફૂટ્યાં ?”

“જો,” કન્યાએ સમજ પાડી : “આ બેઠો છે ને રઢિયાળો મારી સામે, એની માએ પોતાને પેટે હાંડલું બાંધ્યું, ને મારા બાપે એને પેટે હાંડલું બાંધ્યું. બેય જણાં સામસામાં દોટ દઈને ભટકાણાં. બેય હાંડલાના ભૂકેભૂકા થઈ ગયા. અમારી દેવી પરસન થઈ ગઈ. બેડો પાર થઈ ગયો. હવે અમે સુખી થાશું, કેમ, નૈ માલા ?”

માલો નામે સરાણિયો જુવાન તો શાંત ઘેઘૂર આંખડીએ બેઠો હતો. હાંડલાં ફૂટ્યાં તેનું શુકન તેને માટે બસ હતું. હાંડલાના ફૂટવામાં જ તેમના સુખસૌભાગ્યની તસલ્લી હતી. પ્રારબ્ધે પોતે જ હાંડલામાં હોંકારો આપ્યો હતો. પરસ્પર ક્લેશ કે દુઃખ પમાડવાનો આ યુગલને હવે હક્ક જ નહોતો રહ્યો. તકદીરને ખોટું પાડવું નથી; હાંડલાંનું ફૂટવું એ તકદીરની વાણી હતી : આપણો વિવાહ આપણે એ વાણીને લાયક