પૃષ્ઠ:Samarangan.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
30
સમરાંગણ
 

 બનાવી બતાવવો જ રહ્યો : આ હતી સરાણિયાંની જીવન-ફિલસૂફી.

“નહનૂ ! વીરા !” છોકરીએ કહ્યું : “હવે અમે કાલ તો હાલી નીકળશું.”

“ક્યાં ?”

“જ્યાં રોટલા રળાય ત્યાં.”

“આંહીં કેમ ન રહો ?”

“એક ને એક ઠેકાણે રોટલા મીઠા લાગે નહિ અમને.”

“હું ય સુલતાન થયો છું, એટલે ઠેકાણઠેકાણે આથડીશ.”

“હા રે હા, નહનૂ સુલતાન !” છોકરી ખડખડાટ હસીહસી પતિની સામે જોઈ ઇશારા કરે છે, કે નિહાળો આ મુસલમાનના નમાયા-નબાપા છોકરાની ગમ્મત.

“હેં ભેંણ ! તું ક્યાં જવાની ?”

“સોરઠ દીમની.”

“હું સોરઠનો પણ સુલતાન છું તને ગોતવા ફોજ લઈને આવીશ.”

“હા રે હા, સુલતાન !”

“ભેંણ, તારું સંભારણું મેં બરાબર સાચવ્યું છે. મારી પાસેથી લઈ લેતા હતા. મેં ન આપ્યું.” નહનૂએ અસ્તરો બતાવ્યો.

“આપીશ મા હોં, ભાઈ ! તારો છેલ્લી વેળનો ઉગા૨ એ સજાયો જ છે. લાવ તો ! એને નવોનકોર કરી દઈએ.”

નહનૂએ પોતાની ઇજારમાંથી જ્યારે એ અસ્તરો બહાર કાઢ્યો ત્યારે વરવહુ બેઉએ મોં મલકાવ્યાં. છોકરીએ ધણીની સામે હાથ લંબાવીને કહ્યું : “આ લે તો, સટ કર્ય તો. પાંચ તણખા ખેરી દે. લે હું બેક પટા ખેંચું.”

સજાતો અસ્તરો ચીસો પાડતા ભડકા કાઢતો હતો.

“જોઈ એને ભડકે ભાત્ય પડે છે ?” છોકરીએ ધણીને પૂછ્યું.

“તું જાણી શકછ ?”

“તમેં નૈ ? મારો દાદો હતો, ઇણે આ ઓજાર સજર્યું’તું. સજ્યા