પૃષ્ઠ:Samarangan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘કહોને મા !’
35
 


6
‘કહોને મા !’

સુલતાન નહનૂ મુઝફ્ફરશાહની આવી સુરક્ષા કરી રહેલો અમાત્ય ઇતમાદખાન જ્યારે બીજા વજીરોને આરામ આપતો હતો ત્યારે નવાનગર, જામનગર, ઉર્ફે નાગની બંદરમાં વજીર-બેટો નાગડો સમજણી ઉમ્મરમાં પ્રવેશતો હતો. જીવનમાં સૌ પહેલી સમજણ એના અંતર પર એ પડી હતી કે બાપુ નામનું ઘરનું માનવી પોતાને ચાહતું, બોલાવતું કે તેડતું નથી. બીજી સમજણ એ પડી હતી કે મા નામનું ઘરનું માણસ ઓછાબોલું ને એકાંતપ્રેમી બન્યું છે. ને ત્રીજી સમજણ એને માનવીની ભાષા માંહેલા એક વિચિત્ર શબ્દની પડી. ‘મા’ અને ‘બાપુ’ એ બે શબ્દો ભણેલો બાળક પાદરે રમતા છોકરાઓની ગુસપુસ વાતમાંથી ત્રીજો બોલ પકડતો : ‘જોરારનો’. આ શબ્દ છૂટથી બોલાતો નહોતો. ચોરીછૂપીથી બોલાતો હતો. મને દેખીને જ કેમ આ ઉચ્ચાર નીકળી રહેલ છે ? મારે ને આ શબ્દને શો સંબંધ છે ? આશાપુરા માતાના મંદિર-ઓટે નવકૂંકરી ૨મતા બુઢ્‌ઢા જાડેજાઓ પણ મને જોયા પછી પોતાની કૂંકરીઓની ચાલ ચલાવતા ચલાવતા કાં કહે છે કે ‘હત જોરારના’, ‘માર એ જોરારની કાંકરીને’, ‘મેલું નહિ જોરારનાને’, ‘કોણ બોલાવે ઇ જોરારનાને’.

બાળ નાગડાને ધીરે ધીરે એમ લાગવા માંડ્યું કે ‘જોરારનો’ શબ્દને ને પોતાને કશોક ગુપ્ત રહસ્યમય સંબંધ છે. પણ ખુલાસો પૂછવાની હિંમત એને હૈયે હાલતી નહોતી. કોને પૂછે ? બાપુ તો પાસે ય આવવા દેતા નથી. પૂછું છું તેના પૂરા ધીરા પ્રત્યુત્તરો તો એક મા જ આપે છે. માને પૂછું ? પૂછવા જેવી વાત હશે ? “મા” એક દિવસ પંડ્યાની ધૂડી નિશાળેથી પાછો આવીને એ માના ખોળામાં ધીરે રહી બેઠો ને પૂછવા લાગ્યો : “હેં મા ! જોરારનો એટલે શું ?”

ચાર વર્ષો એ શબ્દ બોલાયાને વીતી ગયાં હતાં, પણ માના કલેજામાં એનું ઝાડવું ઊગ્યું હતું. મા જાણતી હતી કે ‘જોરારનો’ શબ્દ