પૃષ્ઠ:Samarangan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મસલત
57
 

 ગારદ કરશે. ગઢમાં ચણી લેશે ચણી.”

“કેર કર્યો તેં તો, બાઈ, ગઝબ ગુજાર્યો.” ડોસો સૌને પાઘડી ઉતારીને કરગરવા લાગ્યો : “એ ભાઈ, એ દરબાર, અમને નીકળી જાવા દિયો ભલા થઈને. અમે કોઈ દિ’ આ નગરની દૃશ્યે નહિ ડોકાઈએ.”

“તમને જાવા દઈએં એટલે હાંઉં, અમને જીવતાં ચણે, કોઈક કરતાં કોઈકને જીવતાં ચણ્યા વગર રિયે કાંઈ મોટા જામ ? ને હું શું સગપણે તમારા માટે જાન જોખમાવું, ભાઈ ?”

એમ બોલતો એ રાજ-ચોકીદાર આ ત્રણેયને લઈ ચાલ્યો. બીજાઓ પણ પોતપોતાનાં સજેલાં હથિયારો ઉપાડી, એનાં ચકચકિત પાનાંઓમાં રણથળને બદલે પોતપોતાનાં લાંબાં ચૌડાં, ગોળ ચોખંડાં, રૂડાં ને કૂબડાં મોઢાં જોતાં જોતાં ચાલી નીકળ્યા. ગઢની રાંગ ખાલી પડી ત્યારે થોડેક છેટે વજીર-મેડીની અધઊઘડી બારી બિડાઈ ગઈ.



10
મસલત

રાજગઢની ખાનગી મેડી ઉપર તે વખતે ત્રણ જણા બેઠા હતા : એક સતો જામ, બીજા જેસો વજીર ને ત્રીજા ખેરડી ગામના લોમો ખુમાણ.

“ત્યારે તો મા આશાપરાએ જ મહેર કરીને સુલતાન આપણા હાથમાં સોંપ્યો કહેવાય.” સતા જામને લોમાએ આપેલા નવા સમાચારથી સંતોષની ઊર્મિઓ ઊપડી. લોમા ખુમાણે જામની ઊર્મિઓને વધુ ચાનક ચડાવી : “અને અટાણે તો આકડે મધ, વળી માખિયું વિનાનું, એવો મામલો અમદાવાદમાં મચી ગયો છે. અમીરોની જાદવાસ્થળી ચાલી રહી છે. ઇતમાદખાન તો સુલતાનની જ ગોતમાં રઘવાયો ભમે છે ને લશ્કરો ભેગાં કરીકરી માર ખાય છે. સૈયદ મુબારકનું તો કાટલું કાઢી