પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭


જય જય મારા ગુર્જર વીરા !
આજ અધીરા ઉરના ચીરા જીવનને જાણે નહિ જોખ;
મરવું તો શૂરાને ગરવું : કાયર ખેાળે ઘરના ગોખ :
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૨૩

શ્વેત ધજા ભારતમાં રોપો !
થાશે પુષ્પ વરસતી તોપો, શસ્ત્રો સહુ શણગાર સ્વરૂપ ;
જગબંધુત્વ ભણી તમ દ્વારે દુનિયા થશે નવીન અનૂપ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૨૪

ધન્ય ધન્ય મોહનની લીલા !
પુણ્યભર્યા પ્રભુપાદ રસીલા ઘરઘર ભરે નવીન પ્રભાત :
સત્વર વીરા ! પડો મોખરે, ગજવો જય જય ભારતમાત !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૨૫