પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯


માયા સૌ ઘર બાર તણી ને સુખની ડોળી દફની ;
આત્મશૌર્યનાં શ્વેત સજ્યાં પટ, ના કાયરની કફની :
દુઃખમાં શૂરા રે ! ૪

પાય પડ્યા, વિનવ્યા કંઈ કંઈ, શું હૃદયહીણને રટવું ?
હવે પડ્યા રગડાવા રણ ત્યાં ના હઠવું, ના હઠવું !
દુઃખમાં શૂરા રે ! પ

ભારતદુઃખ શિરે અમ લેતાં, હૈયાં કેમ ન ફુલે ?
ઓ ભારત ! નિધિ પાર ઉતરજો અમ શબઢગને પૂલે !
દુઃખમાં શૂરા રે ! ૬

વાટે ઘાટે છાતી ફાટે થાય સ્મશાની દુનિયા ;
નવલખ આંખે વ્યોમ રુવે પણ પાછું જુએ ન મરણિયા !
દુઃખમાં શૂરા રે ! ૭

એજ અલખની ધૂન અમારી, મૂગે મુખ દુઃખ સહેવું :
બેડીની જડ જડતાં અરિ પણ આ ખર રોશે એવું :
દુઃખમાં શૂરા રે ! ૮