પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨


ભૃગુટીનાં તપચાપ ચઢાવે,
નયન નયન શર શૂર ઉડાવે;
જ્યોતિ અનેરી લાવે જગની સાખમાં રે :
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૨


ઉરસંયમનાં અંજન કીધાં,
સત્ય સનાતન વ્રત મન લીધાં ;
મૃત્યુતણાં અમી પીધાં લેાટી ખાખમાં રે !
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૩


સ્વાત્મબળે રચવી જગ ન્યારી,
નવચેતનની ઓર ખુમારી !
ઉરના લાખ ઉમળકા વારી રાખ માં રે !
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૪