પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪


ખાંડાની ધારે

(પુનરાવળી છંદ)*[૧]

ભર આકાશે વાદળ છાયાં,
અંધારે વનવન ગુંચવાયાં,
ઘુડ ચિબડિયાં જ્યાં ત્યાં ધાયાં :
કોણ પુરે પાંચાલી–ચીર ?
આશ-નિરાશે આત્મન-દાંડી
ડોલંતી દે ધૈર્ય ન છાંડી,
ડગમગતી જગ ર્‌હે દૃગ માંડી :
વહારે કોણ જશે નરવીર ?

ઊંડાં અજવાળાં જો આવે;
ગુર્જરવીર ! ગુર્જરવીર !
ઘૂડ ચિબડિયાં શું ત્યાં ફાવે ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
ઊંડાં અજવાળાં જો આવે;
ઘૂડ ચિબડિયાં શું ત્યાં ફાવે ?
નવરસભર નવજીવન લાવે,
ચીર પુરાવે ગુર્જરવીર !


  1. * આ છંદ નવો રચ્યો છે.