પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫


ને મહા ગંભીર આ.
સિંધુ જે મંથન કરે,
સૂર તેના ધીર હા
મુજ ઉર મહાભાવે ભરે.


વળી રહ્યા પાતાળમાં
પૃથ્વીના ઉદરે ભર્યા
ભેદ કંઈ કંઈ કાળના.
તે પણ સહજ મનમાં ઠર્યા.


ઊંડી એ કુદરતતણું
જોયું સર્વ મહત્ત્વ મેં ;
ને સીંચ્યું આત્મે ઘણું
કલ્યાણકારી સત્ત્વ મેં.૧૦


જાણ્યું કંઈ ન હશે વધુ
ભવ્ય, સુંદર, ને મીઠું ;—
પણ ગયો ભૂલી બધું
માનવહૃદય જ્યારે દીઠું !૧૧