પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩


અમે ચાહી વફાદારી, પડી ત્યાં તો છરી કારી !
અરે દુનિયા ! ચશમ તારી ઝરે છે આગ તે શું આ ? –ખુદા૦

અમારી દિલલગી ભારી, અમારી એ ગુનેહ્‌ગારી !
પરેશાની, પશેમાની અમારી મોહ્‌બતે શું આ ? –ખુદા૦

અમારાં દર્દનાં આંસુ ગણે નાદાન દુનિયા શું !
ખુદાની એ ખુદાઈમાં અદલ છે આફતે શું આ ? –ખુદા૦