પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫


ફરી જાચક આવ્યો જો મારે બારણે, જય સીતારામ !
આવી ઊભો તે ભિક્ષા કારણે, જય સીતારામ !

એ પુણ્યપ્રતાપી રાજવી ! જય સીતારામ !
ભૂખિયાંની ભૂખ નિત ભાંજવી, જય સીતારામ !

ધરીએ આશા તમ દાનમાં, જય સીતારામ !
લઈએ નામ તમારૂં ગાનમાં, જય સીતારામ !

દ્યો દાન, ઊભાં અહિં ભૂખિયાં, જય સીતારામ !
તારી અંતર કરજો સુખિયાં, જય સીતારામ !

એવું સુણી સંતાપ તેનો કાપિયો, જય સીતારામ !
મેં શુદ્ધ વિચાર એક આપિયો, જય સીતારામ !

ગયો, જીરવ્યો ને તે જોગવ્યો, જય સીતારામ !
મન જાગ્યું ને રસ ખરો ભોગવ્યો, જય સીતારામ !

નહિ આવ્યો ફરી તે માગવા, જય સીતારામ !
લાખ્ગ્યો પોતે ભૂખદુઃખ ભાગવા, જય સીતારામ !