પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯


આછાં અંધારાં રે સરતાં પળપળે,
તે તો તેજનાં ઉઘડે કમાડ ;
લોચન મારાં રે ભરતાં પળપળે,
તેમાં પીગળે પાપના પહાડ :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૩


હૈડું ધબકે રે જળતું પળપળે,
ઠોકે નિશદિન પુણ્યનું દ્વાર ;
અધીરૂં ઝબકે રે મનડું પળપળે,
રખે ચૂકે તે દિવ્ય દિદાર :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૪


તાપ ઉચાટે રે રાખે પળપળે,
બધું બળું ધરા થઈ જાય,
આંબલા વાટે રે પાકે પળપળે,
એવા અમૃતરસ છલકાય :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! પ