પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જૂના ડુંગર, જૂના ધોધવા,
ને જૂનાં વહેતાં નદીનાં નીર રે;
જોગીડા જૂના જૂના રે :

હૈડે પુરાતન પ્રીતડી,
અમ બાંધવ પેગમ્બર પીર રે;
જોગીડા જૂના જૂના રે.

જૂના જૂના ગાજે સાગરા,
ને જૂના ઊભા કિનારા કોટ રે;
જોગીડા, જૂના જૂના રે :

ઊંડી દિશાઓ કંઈ ભેદતી
ચાલે અંતર ભરતી ને ઓટ રે;
જોગીડા જૂના જૂના રે.

જૂના જૂના છે પેલા તારલા,
ને આ વીંટે જૂના અંધાર રે;
જોગીડા જૂના જૂના રે :

ઊંડા વનેથી તહિં આવતા
કોઈ ધૂણીકેરા ચમકાર રે; .
જોગીડા જૂના જૂના રે.