પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩


બાળશો ના


(પદ)*
બાળશો ના, કોઈ બાળશો ના,
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! (ધ્રુવ)

ઊંડા જવાળામુખી કંઈ પડયા છે જૂના,
ઊના ઊના કરી ઉકાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૧
 
તપી તપી ઉચાટે આવ્યાં જળઘાટે,
વાટે વાટે ફરી ઉછાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૨

દિલમાંના દૈત્યો જે સૂતા દિલ ફોલી,
ખોળી ખોળી તેને પંપાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૩

___________________________________________________

  • “ કયા માગું રે મેં કયા માંગું, એસી ટૂંકીસી જીંદગીમેં કયા માગું? ”—એ ચાલ.