પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭


દુનિયા ડૂબે, દુનિયા તરે : તરતાં ડૂબે, ડૂબતાં તરે :
ડૂબતાં વીણે મોતી અને તરતાં ઝીલે તારા કરે!
એ વીણતું, એ ઝીલતું, આ વિશ્વ ચાલ્યું જાય છે,
અગણિત વર્ષ થયાં ઉભય પલ્લાં હિંદોળા ખાય છે. ૮

દુનિચા બધે અધુરી દિસે, માનવ બધું સમજે નહીં?
આ સત્ય શું, આ શુદ્ધિ શું કરીને પડે શંકા મહીં :
અધુરું દિસે નજરે બધું તે પૂર્ણ સર્વ થશે મળી,
છૂટી પડી લાગે કડી સંધાય ત્યારે સાંકળી. ૯

નહિ સત્ય દુર્ગમ કો થકી, નહિ શુદ્ધિ દુર્ઘટ કો દિલે :
જોતા બધા તારા જુએ, કુસુમો બધાં કાજે ખીલે ;
જયમ મહેલથી ત્યમ ઝુંપડેથી ધૂમ્ર વ્યોમજ જાય છે :
પણ માનવીથી માનવી જૂદો જ કંઇ દેખાય છે. ૧૧

આ દશ્યભેદે વિશ્વપલું તે ભરાતું ડોલતું,
કો દૂર દિવ્યપ્રસંગ માટે સૃષ્ટિને હિંચોળતું :
કર્ત્તવ્ય કરતો માનવી નિજ ભાગ નાખે તે વિશે,
શંકા કરે નહિ કે ન ભેદાભેદ જાણે કો મિશે. ૧૬