પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮


ગાઢાં જંગલ ઝાડી ને ઊડી ગુહા ને પહાડ :
ભેદી ભેદી અભેદ્ય રહે વળી કંઈ કંઈ આડ કરાડ :
પ્રગટ તે કોણ બતાવે ? — 

તેજ છતે જગ અંધ છે, આંખ છતે જન અંધ :
આત્મા છુપાયો આત્મને, ત્યાં કોણ છોડે અંધારના બંધ ?
પ્રગટ તે કોણ બતાવે ? — 

ઊંડી ઊંડી વસ્તુ ને ઊંડી ઊંડી આશ :
માનવ મોરલીને તજી કુંકે અગ્નિ-કુંકણીમાં શ્વાસ :
પ્રગટ તે કોણ બતાવે ? — 

વિશ્વ છુપાવે વસ્તુને ; કોમળ માનવદૃષ્ટ ;
વસ્તુપ્રકાશ અસહ્ય છે, તેને ઢાંકે જગતનાં કષ્ટ :
પ્રગટ તે કોણ બતાવે ? — 

તોય જગત ને કાળ એ પોષે માનવબાળ;
જ્યાં તક દૃષ્ટિ ઠરે નહીં, ત્યાં તક કેમ ઝીલે તે ઝાળ ?
પ્રગટ તે કોણ બતાવે ? — 

જોશે અનિમિષ આંખ જ્યાં ભરમધ્યાહને સૂર;
વિશ્વ જશે સરી આંખથી, પછી વસ્તુ મળે પૂરનર,
પ્રગટ રૂપ ધન્ય બતાવે ! — ૧૦