પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦




હા, હતી ઉષા મુજ આંખમાં,
તેજરંગી લાખમાં,
ગુલ ધારતી,
ઉર ઠારતી,
સંધ્યા ભરી’તી પાંખમાં;—
નવવ્યોમખુલતાં સ્વસમાં વીંટાઈને
કંઈ સુખવિચાર વિશે સૂતો ગ્રંથાઈને;
એ સ્વપ્નવસ્ત્રો મુજ ગયાં
દેહથી ઉતરાઈ જ્યાં,
સંધ્યા ઉષા પણ સર્વ ગઈ લૂંટાઈને :
ઊભો દિગંબર તુજ કને એ ઊંઘમાંથી જાગતો,
ઓ નાથ ! આ નાચાર તુજ બસ પ્રેમભિક્ષા માગતો !