પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨







રે પૃથ્વને ખોળે પડી
દિવસ કંઈ કાઢ્યા રડી;
મન રોળતો
જગ ખેાળતો
આકાશનેજ ખભે ચઢી;
પ્રત્યેક પવન પેઠે પડ્યો હું આશમાં,
નવરંગ ગલીગૂંચી ફર્યો આકાશમાં,
પણ એ પવનસ્થધૂળથી
આંખ મુજ ત્યાં ભૂલતી,
ને વિપથ જઈ તૂટી પડું કો પાશમાં :
ગત દિવસના ઢગલા તળે મુજ જીવન ઘાયલ છે પડ્યું ;
તુજ પ્રેમના શું પ્રહાર ઝીલવા, નાથ ! આ અમ ઉર ઘડ્યું ?