લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪
તુજ ચરણ ચાલે મુજ શિરે,
તપ્ત દેહ ભરે નીરે,
મુજ નસનસે
જીવન કસે,
તુજ હળ ફરી ચીરા રે;
કંટક અને ખડિયાં બધે રોળાઈને,
બની એકરસ રહેતાં રસે ચોળાઈને;
તુજ તેજબીજ ખિલાવવા
પછી ફૂટે અંકુર નવા,
ને મોદભર રહું તુજ પવન ઝુલાઈને :
હે નાથ ! હું – મય પાક એ તૈયાર કર તુજ તાપથી :
સ્થિતિ થાયે મુજ તુજ બારણે, એ ધન્ય પળથકી રડું મથી !