લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫

બહુ વેળ હું સંધ્યા સમે
જોઈ રહું રવિ આથમે,
ને સ્વપ્નશું
નિરખું કશું
ત્યાં સ્વર્ગ હસતું ચોગમે :
આ સૃષ્ટિ દૃશ્યાદૃશ્ય વચ્ચે ઝૂલતી,
કંઈ ભાવિને જોવા જતી ત્યાં ભૂલતી ;
એ સર્વ જિજ્ઞાસા તજી,
વર્તમાનજ ચ્હું ભજી,
એ બીજમાંહિજ ભાવિ છે વસ્યુ મૂળથી :
આકાશની કંઈ તોતળી બોલી મથું હું બોલવા,
ત્યાં મર્ત્ય સંગીતમાધુરી મુજ જાઉં ભૂલી ખોલવા !