પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૨


“સુણ એ ગાન :
લાવ, અહિં તું તારી સાથે,
જે માગે બીજો નહિ કોઈ;
સાંભળ, જે સુણતો નહિ કાન;
આપ, જડે નહિ જે તુજ હાથે,
લે, સઘળું જે દીધું ખોઈ;
ને રહે જોઈ :
જા તું મૂલ હૈટાવી પાર, દઈ એવું માટીનું દાન !




“જીતવા હાર !
વ્ખડકે મેડ નિરાશા કેરા
જ્યાં તક પાકે પુણ્યઅનાજ;
અંધ છતાં પણ જો અંધાર;
દુખમાં ઠેક જીવનના ડેરા,
મરણે બાંધ જીવનની પાજ;
જાવા કાજ,
દે એવું માટીનું મૂલ, ને નિર્ભય કર પૂલ પસાર :