પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૬


ડગમગ પગ તુજ ડોલતો ને
ડગડગ ઠોકર ખાય :
પળપળ તારી પાંખડી પકડે
પ્રભુની અંગુલિ ત્યાંય રે ! — પ્રભુ૦


સૃષ્ટિસિંધુને કાંઠે ગબડતા
રેતીના કણ, ઓ ભાઈ !
પ્રભુ બેઠા જગ જોગવે, તું યે
ખેલ એ સાગર નાહી ! — પ્રભુ૦