પૃષ્ઠ:Sandeshika.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


શું ગઈ માહિતને છાંડી ?
— એ પ્રમદારીત પુરાણ !—
ધરણી જ્યાં ધગવા માંડી,
ત્યાં થઈ આછી રસલ્હાણ ;
ફરી ગ્રહે ન ગુલની દાંડી
તે અમીમુખરંગ પ્રમાણ,
ફરી જાણે કો ન જગાડી
વનદેવીનનો ફૂલપ્રાણ.

ના જોઈ ઉષાદર્પણમાં
જોતી નિજ સ્નેહસુહાગ,
સંધ્યાસરવરમાં ક્ષણમાં
પગ ધોતી ન જોઈ જરાક;
ફરી નીલા ગગનાંગણમાં
ન સુણ્યા સુરતાના રાગ;—
ઓ વસંત ! તુજ આંજણ માં
શું હતા જીવનના ફાગ ?