પૃષ્ઠ:Sandeshika.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
વિરહિણી


(રાગ ગારો )

નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.
નયણાં પલક ના સૂકાય,
હો, લયમાં ખલક ડૂબી જાય,
આવે રે, મોરે નયણાં પલક ના સૂકાય.

ભરતી ભરાય આ,
હૈયું તણાય આ,
દિલને દિલાવર ન પાય :
આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

માયા તે નાથની,
 
છાયા તે હાથની ;
વેલી અકેલી કરમાય :
આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.
નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.