પૃષ્ઠ:Sandeshika.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧


ગૃહદ્વારનાં બેલડીઆં

(માઢ-ગરબી )

આછા ઘુંઘટ ઉઘાડ,
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ !
ઉરસૌંદર્ય ચખાડ,
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ !–(ધ્રુવ)

રસરંગીલી ચંદા મધુરી
વેરે રૂપાફૂલ ;
વાદળવસન મુખેથી ખસેડી
કરતી દુનિયા ડૂલ ;—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૧

સરવરસલિલે કુમુદની નાચે
અનિલે અનિલે પૂર;
મુખવલ્લરી ખીલવે પાંખડીમાં
ઝીલવા ચંદા ઉર;—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૨