પૃષ્ઠ:Sandeshika.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
સ્નેહીને

(ગરબી)

આવો, આવો અમારે બાર,
વ્હાલા પધારજો !
તમ આત્માના ઊજળા ચમકાર;
વ્હાલા પધારજો ! —
પગલે પાવન અમીછાંટણાં છાંટો,
બારણે સૂકાઈ અમ વેલ :
વ્હાલા પધારજો !
વેલી જગાવો ઉર ખેલી એ ઘેલી,
રેલી રેલાવો રસરેલ :
વ્હાલા પધારજો — ! આવો૦

સ્નેહમંડપ નિત્ય આત્મ અમ ઝૂલે,
સ્નેહની દોરી સ્નેહહાથ :
વ્હાલા પધારજો !

________________________________________________

  • આ ગરબી નવી રચી છે.