પૃષ્ઠ:Sandeshika.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫


ઓ મહોબ્બત ! નાઉમેદી ! આ જુવાની ગુલભરી !
તમ ફકીરીની અમીરી આ હરી હાજી ગયો !
ખુબ કરી૦

એ અમીરીના સખુન પર ત્યાં ફિરસ્તા છે ફિદા :
અહિં ન જાણ્યું મોતી શાં શાં વીખરી હાજી ગયો !
ખુબ કરી૦

રો હવે ગુજરાત ! રો, રો ! ના પિછાન્યો જીવતાં :
આંસુના દરિયાવ એવા કૈં તરી હાજી ગયો !
ખુબ કરી૦

ના અદલ ઈનામ જગનું ; એક કુરબાની દિલે :
કૈં અમીરી, કૈં ફકીરી, સંઘરી હાજી ગયો !
ખુબ કરી૦