પૃષ્ઠ:Sandeshika.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
કાન્તનું સ્વર્ગપ્રયાણ


( દિવ્ય )

સ્વામીના સેવક વ્હાલા,
ઓ ગુર્જરીના મણિ કાન્ત,
પ્રભુના અમૃતરસ પ્યાલા,
તેં પી પાયા મરણાન્ત;
તુજ આત્મન્માર્ગ નિરાળા
ક્યાં શેાધ્યા આખર, શ્રાન્ત -
છોડી જગપંથ નમાલા
ક્યાં જઇ પામ્યો એકાન્ત? ........૧