પૃષ્ઠ:Sandeshika.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯


શું ‘નથી ઈશ્વર દુઃખીનો’ ?
શું ‘કર્તાની કૃતિ દૂર’?
જીવનભર તો રસભીનો
તું, બંધુ, રહ્યો ક્યમ પૂર?
જો લેવો લ્હાવ અમીનો,
તો વિષ પણ પીવું શુરઃ
એ મહાપિતા પ્રભુજીનો
છે પ્રેમવિલાસ જરૂર.............૬

માગ્યું તે આજ મળ્યું છે,
શોધ્યું તે જડયું ઝવેર,
ઠોકયું તે પણ ઉઘડયું છે :
ઓ વ્હાલા, પ્રભુની મ્હેર !
ત્યાં દેવ પરસ્પર પૂછે
દ્વારે ઊભા રસભેર,
એ આજે સ્વર્ગે શું છે ?
રસદેવ, પધારો ઘેર !......૭