પૃષ્ઠ:Sandeshika.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦


સફળ યત્ન જરાય જણાય ના,
વિકૃત બુદ્ધિથી કાંઈ સુણાય ના :
કુલપુરોહિત દીન વિમાસતો,
હૃદય ના સમજે વિધિપાશ તો. ..............૧૩

ઉભય બંધુવિશેથકી આ સમે
જીવન નિશ્ચય એકનું આથમે;
ઉભય વા કદિ નાશજ પામશે :
અરર ! આ ભૂમિનું પછી શું થશે !.........૧૪

(અનુષ્ટુપ્ )
તપતું ત્યાં મહાતાપે દિસે છે વન આ વધુ;
લાગે છે ઘૂમતું હૈયું, વન ને વિશ્વ તો બધું !...... ૧૫

( મંદાધરા )
રાતા તાતા ઉભય કુંવરો યુદ્ધથી નાજ ખાંચે,
ઊભા ઊભા અવર જન સૌ ધ્રુજતા શાંતિ જાચે :
એવે આવી યુગલ વચમાં તે પુરોહિત ઊભે,
ભોંકીને તે કટારી ઝટ નિજ ઉરમાં ત્યાં પડી રક્ત ડૂબે !.... ૧૬

( અનુષ્ટુપ્ )
લડતા કુંવરો મધ્યે વિપ્રનો દેહ તર્ફડે :
ભૂલીને યુદ્ધ પોતાનું શુશ્રૂષા કરવા પડે ! ...૧૭.