પૃષ્ઠ:Sandeshika.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪


અંગના !
વીરાંગના !
કર્મ દેવી વીરાંગના !
રિપુકાલ જેવી વીરાંગના !
મધુરી, રસીલી, શાંત કાંતા આજ એવી વીરાંગના ?
રંગમ્હેલ સુખાસને
યુવતી રસમાં ખેલતી,
તજી સર્વ વિલાસને
તે યુદ્ધક્ષેત્રે રેલતી
આ ચાલી કેવી ર્વીરાંગના ?
ક્યાં કંકણો આભૂષણો, વીરાંગના ?
ક્યાં સાજ આ યોદ્ધાતણા, વીરાંગના ?
તે ગાન મધુરું આજ આ બદલાય શું વીરહાકમાં ?
વીરાંગના ! તુજ હૃદય ગુંજે રિપુદમનના રાગમાં ?