પૃષ્ઠ:Sandeshika.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬


અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના!
ઓ વિરલપ્રતિમા વીર્યગંગ વીરાંગના !
રણમાં ચઢયો,
શૂરો પડયો
પૃથુ સાથ પતિ મેવાડનો ;
પુણ્ય ભૂમિ |
ધૂળ ચૂમી
ખમે કંઈ કંઈ તાડનો,
ત્યાં શો નવલ ઉત્સાહના
તું ભરે રંગ વીરાંગના !-
શું દેશનો સૌભાગ્યભાનું ડૂબી જશે ?
વીરાંગના ! શું અંધજાળ ઊભી થશે ?
ના રજપૂતાણી નહિ ડરે !
શો ઓટનો તે નીરવ સાગર ઉછળતો ઉલટે અરે !
વીરાંગના ! આંબેરમાં તુજ કિર્તિકેતુજ ફરફરે !