પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
અંક ૩ જો
સાર-શાકુંતલ


શકું૦— આર્યે ! કાંઈએક ઓછો છે.

ગૌતમી— આ મંત્રેલ પાણીએ તારા શરીરની પીડા મટી જશે (માથે છાંટી) વત્સે ! દિવસ આથમ્યો, આવ પર્ણકુટીમાં જઈએ.

શકું૦— રે હૃદય ! પ્રથમ જ્યારે મનોરથ સુખસિદ્ધિને પામતો હતો ત્યારે તેં ડર ખાધો, હવે તેને વિયોગે વળી ખેદ શેા કરવો ! (થોડેક આગળ જઈ ઉભી રહી ) હે સંતાપહારક લતામંડપ ! ફરીથી સુખભોગને અર્થે હું તને કહી રાખુંછું.

(દુ:ખભરી જાય છે સૌસાથે.)

રાજા— (પૂર્વ સ્થળે આવા નિશ્વાસે) ઇચ્છેલી અર્થસિદ્ધિને કેટલાં વિઘ્ન આવી નડે છે ?

વારેવારે મુકતિ અક્ષરે આંગળી નીજ એવૂં,
નાનાવાળું વદતિ તુટતે અક્ષરે રમ્ય એવું;
પાંપેણાળી મિઠિજુવતિનું ખાંધ મેરે વળેલૂં.
મોડું ઊંચું મથિ કર્‌યું વળી ના થયૂંરે ચુમેલૂં. પ૭

પણ હવે હું ક્યાં જાઉં ? ના, અહીં પ્રિયાએ ઉપભેાગ કરી તજેલા લતા મંડપમાંજ બેસું થોડીકવાર (ચારપાસ દૃષ્ટિ કરી.)

શીલા ઊપર પુષ્પસેજ શરિરે ચંપાયેલી આ રહી,
ચૂંથાયો સ્મરલેખ પગ પર જે કીધેલ તે આ અહીં;
હાથેથી પડધું પદ્મતંતુનું કડૂં એ જોઇ આંખે ઠરી,
સેજે શક્ત નથી જવા હું સ્થળથી એ શૂન્ય તોએ વળી પ૮

(આકાશમાં) રાજન્ !

સાંજે થાએ હોમ આરંભ જ્યારે,
વેદ અગ્ની કેરિ ચોમેર ત્યારે;
સંધ્યાઅભ્રો જેવિ છાયા દિસંતી,
ત્રાસંતા સૌ રાક્ષસોની ભ્રમંતી. ૫૯

રાજા— આ હું આવ્યો.




વિષ્કંભક.
(આશ્રમમાં અનસૂયા પ્રિયંવદા ફૂલ ચૂંટે છે.)

અન૦— પ્રિયંવદારે ! ગાંધર્વ વિવાહે કલ્યાણી પ્રિયસખી શકુંતલા યોગ્ય ભર્ત્તાને પામી એથી તો મને નિરાંત થઈ પણ હજી એક વાતે ચિંતા રહી છે ખરી.