લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


નવીનચંદ્ર પણ કાંઈક શરમાળ હતો, સ્ત્રીવર્ગ સાથે જાતે પરિચય લેતો ન હતો, અને ચાલતા સુધી ઘરમાં કોઈને ભારે ન થઈ પડે એવી રીત રાખતો. બે ચાર દિવસમાં તો તેની સુશીલતાને લીધે તે સઉને ઘરના માણસ જેવો લાગવા માંડ્યો. પ્રથમ મેળાપને સમયે એ બુદ્ધિધનને વિચિત્ર લાગ્યો હતો તે અભિપ્રાયમાં કાંઈક ફેર પડ્યો.જમ્યા પહેલાં અને પછી પ્રમાદધન જોડે તે ગપ્પાં મારવા બેસતો. પ્રમાદધનને એનું “ઈગ્લિશ નૉલેજ” સારું લાગ્યું અને તેની તેણે પિતાને વાત કહી.એમ પણ માલુમ પડ્યું કે એ મુંબાઈનાં મ્હોટાં ઈંગ્રેજી વર્તમાનપત્રોમાં લખવાનો પ્રસંગ રાખે છે.અાવા આથડતા માણસની બાબતમાં બુદ્ધિધને આ તરત માન્યું નહી.

એવામાં એક દિવસ નવીનચંદ્ર વાળુસારુ આવેલો હતો. તે દિવસ દરબારના કામમાં બુદ્ધિધન રોકાયલો હોવાથી વાળુનો વખત વીતી જવા છતાં કાંઈ ઠેકાણું ન હતું. નવીનચંદ્ર પ્રમાદધન સાથે એક દીવાનખાનામાં બેઠો હતો. બીજા છ સાતેક જણા પ્રમાદધનને મળવા આવેલા હતા તે પણ બેઠા હતા. પ્રમાદધન સઉની વચમાં એક આરામખુરશી પર પડ્યો હતો. બધા બેઠા હતા તેમાંથી એક જણે એની પાઘડી લેઈ ખુંટીયે મુકી અને બીજાએ અંગરખું મુક્યું. ત્રીજાએ એને બંડી ક્‌હાડતાં મદદ કરી. ચોથો એનાં વખાણ કરવામાં રોકાયો હતો. પાંચમો તેમાં હાજીયા ભણતો હતો અને છઠ્ઠો એના શત્રુઓ અથવા પ્રતિસ્પર્ધિયો શોધી ક્‌હાડી તેમની નિંદા કરતો હતો.

એવામાં ટપાલ આવી. કાગળો એકદમ સર્વ મંડળના અધ્યક્ષ પ્રમાદધનના હાથમાં મુકાયા. પ્‍હેલવ્હેલું ઈગ્રેજી 'ન્યુસ્પેપર' ફોડ્યું. ચારે બાજુઓ ઝપ ઝપ અધિરાઈથી ઉથલાવી આંખો તળે ક્‌હાડી હર્ષ અને ઉત્સાહથી પ્રમાદધન બોલ્યો.

'નવીનચંદ્ર, પેલો 'આર્ટિકલ' અાવ્યો છે.” પિતાની ખાતરી કરી આપવા નવીનચંદ્ર પાસે લખાવી એક વાનું મોકલ્યું હતું તે આજના છાપામાં હતું.

“ હેં ! અાવ્યું ! વાંચો, વાંચો: ” એક મિત્ર બોલ્યો.

તે વંચાવા માંડ્યું. એટલામાં બુદ્ધિધન આવ્યાની ખબર પડી. સર્વ મંડળ વેરાયું. પ્રમાદધન અને નવીનચંદ્ર ભોજનગૃહમાં ગયા ત્યાં એક પાટ ઉપર વચ્ચોવચ ભીંતનો તકીયો કરી અલકકિશોરી બેઠી હતી. પાટ પાસે એક બારી પર હાથ મુકી કુમુદસુંદરી ઉભી હતી. જમીનપર એક પાટલા પર બેસી પાસેની સગડીમાં સૌભાગ્યદેવી તાપતી હતી. પાંચ છ યુવતિયો પાટપર