પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦

મુકીને એનો ધણી જતો રહ્યો તે ઉપરથી એ બીચારી એકાંતમાં મનમાં ને મનમાં રુવે છે ને કહે છે તે બોલ રોજ આવે એવા છે. સાંભળો.”

"બધાંને તો દુ:ખ ખમતાં ખમતાં નીરાંતની ઘડી આખરે મળે છે, કારણ કોઈક વખત પણ ખોળ્યું હાથ આવે છે અને ખરેખરાં તોફાન મચી રહે છે તે પણ કાંઈ જન્મારો ર્‌હેતાં નથી. ગમે તેવું પાપ કર્યું હોય તેવાંને પણ ઈશ્વર ગઈ ગુજરી વિસરાવે છે–”

"એનો અર્થ શો ?”

“એટલે એમ કે આપણે ગમે તેવું પાપ કર્યું હોય ને તેથી જીવ તો બળ્યાં કરે, પણ એયે રોજ નથી ર્‌હેતું. આખરે ભુલી જવાય અને ભુલી ગયાં તે તો ઈશ્વરે જ પશ્ચાત્તાપ બંધ કર્યા જેવું કની ?”

“હાસ્તો.”

"ત્યારે ક્હે છે કે પાપી માણસોને એ આવું થાય છે તો આ મ્હારે જે દુઃખ ભોગવવું પડે છે તેનો છેડો ઈશ્વર ક્યારે આણશે ? હું તો નિર્દોષ છું તો મ્હારી શિક્ષા કદીયે ક્‌હાડી નાંખશે કે નહી ? મ્હારે તો કાંઈ વધારે નથી જોઈતું. માત્ર એટલું માગું છું કે અનિષ્ટમાં અનિષ્ટ મ્હારું થવાનું હોય તે મને માલુમ પડે – કે, બ્‍હેન, પછી આટલેથી તો હદ. પછી તો કાળજું ફાટી જાય એટલું જ બાકી ર્‌હે તે ઈશ્વર આપે.”

“એ શું કહ્યું ?”

“એટલે એવું ક્‌હે છે કે હવે મ્હારો ને એનો એટલે મ્હારા વરનો મેળાપ ન થવાનો હોય તો તે પણ કશુંએ મને માલુમ પડે એટલે બસ. અા ફરી મળવાની આશા ર્‌હે છે તે છોડાતી નથી ને આશા પ્રમાણે થવાનું નથી એટલે મન ચણચણ્યાં કરે છે. તેને ઠેકાણે એક વખત સાથે લાગી જ અાશા જતી રહે તો નિરાંત કે કાળજું ફાટી જાય એટલે થયું !”[૧] કુમુદસુંદરીને કાંઈક વિચાર થયા ને મનમાં નિ:શ્વાસ મુક્યો. અલકકિશોરી બોલી–

“ ઠીક અાવું અાવું સમજીયે છીએ તે કેવું લાગે છે ? પણ તમે કાલે ગાતાતાં તે આનાથી સારું હતું: અર્થ તો હું સમજું છું. તમે કહ્યોતો. પણ જરા ગાઓ.” ભાભી એ ગાવા માંડ્યું.

"रुरुदिया वदनाम्बुरुहश्रिय:
"सुतनु सत्यमलंकरणाय ते ।

  1. ૧. વુડ્‍ઝ્‍વર્થ કૃત " ધી ફર્સેકન.”