લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩


કરે છે. સુંદર શરીરમાં માંસ જેવું જ ભરે છે. ઉદયકાળની સૃષ્ટિ અંધારી રાત્રિમાં ડુબેલી પૃથ્વીમાંથી જ સ્ફુરે છે. મ્હોટાઈનો પાછલો ઈતિહાસ જ ન પુછવો – કંઈ કંઈ ભોપાળાં નીકળે. ભણેલાઓને અસંતોષ ર્‌હે છે કે આટલી આટલી મહેનત કરતાં કાંઈ પ્રમાણમાં દ્રવ્ય મળતું નથી અને કારભારીયો અને બીજાઓ અમસ્તા દ્રવ્યમાં લોટે છે. પણ એ વિચાર ખોટો છે. આ ચિંતા, આ ખટપટ, આવા નીચ રસ્તા, આવાં અઘોર કર્મ અને આ જ 'વ્હાઈટવોશ' એ બધાની કીમ્મતમાં આટલી નામની – ન ખવાય ન પીવાય એવી મ્હોટાઈ — આવું દ્રવ્ય મળે છે તો મળો ! કારભારીયો, તમારું સુખ તમને જ હજો !”

“પણ વિદ્વાન કારભારીયોને આવું નહી હોય.”

“અરે જવા દેને ! જાત એક – ભાત જુદી, તેને તેના જેવું. સુધરેલા કારભારીનાં સુધરેલાં દુ:ખ ! ”

“અને આ સૌભાગ્યદેવી જેવી ફરીઆદ તો બધી કારભારણોની. મજુ૨ બીચારા કારભારીયો ! – અને મુંબાઈના શેઠીયાઓ – એ પણ એવા ને એવા જ !”

"કારભારીયો ! તમે રાજય ચલાવો છો તેમાં શાં શાં પરાક્રમો કરો છો ? મૂર્ખ વર્ગને નચાવવાની કળા વાપરો છો અને લુચ્ચાઓમાં લુચ્ચા થઈ ફાવતાં શીખો છો. તમે બુદ્ધિવાળા અથવા સારા અંતઃક૨ણવાળા નથી જ એવું ક્‌હેનારાઓ બેવકુફ છે. પણ તમારા સંસારનાં હવાપાણી મલિન છે અને તેનો મેલ તમારાં અંતઃકરણને અને બુદ્ધિને કેમ નહીં લાગતો હોય ? ઈશ્વર જાણે. એ મેલનો પટ ભણેલાઓને કેટલો ચ્હોટતો હશે ? ઈશ્વર જાણે. હું એવા અનુભવમાં બાળક છું – અને આજ જોયેલું તે પણ અનુભવમાળાનો પ્રથમ પાઠ છે. ઈશ્વર જાણે, પાછળથી શાં નાટક જોવાના હશે ?”

“ પણ કુમુદસુંદરી ! ગમે તે હો પણ આ તો ખરું કે ત્હારું દર્શન આ દેશમાં ન જોઈએ ! કમળ ! તું તો સરોવરમાં જ જોઈએ. વિદ્યાચતુરની બાળકી – તું કોણ ? એ માણસો કોણ ? કારભારે ચ્હેડલાં આ ક્ષુદ્ર માનવો ત્હારી આગળ શું - મ્હોટાં થઈ ગયાં ?

"गिरिशिखरगतापि काकपङ्क्ति :
"र्न हि तुलनामुपयाति राजहंसैः ॥