લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦


"અરે, ભાઈસાહેબ, હું તો પેલા કામમાં રોકાયો હતો કની, તેમાં એનું ફાવ્યું, હં, એણે તો આમ કરવા માંડ્યું. પછી કની તે ખલકબ્હેન – બ્હેન એના ભાઈની – તો એને સાસરે હોય એટલે રુપાળી પડે એકલાં, ચોકમાં આવે – માથે ચોટલો છુટો રાખે, ને પેલો ઉપર ઉભો હોય.”

“તે જાણી જોઈને કે ?”

“ના, ભાઈસાહેબ, પ્હેલું તો અજાણમાં. એ તો એવી એને ટેવ જ છે. પછી તો એક દિવસ ગરબડથી છાનાં ર્‌હેવાયું નહી તે તે ખોંખાર્યો. પછી તો જાણો જ છોસ્તો. આગાશીમાં આવજાવ થવા માંડી !”

“ત્હેં બધી વાત શાથી જાણી ?”

“કંઈક નજરે પડી ને બાકીની ફોસલાવી - ધમકાવી મનાવી.”

"ત્યારે અાજ તો ગમત પડશે.”

“હાસ્તો. મ્હોટાં માણસો દરબારમાં કારભારની ઉથલપાથલ કરશે. મ્હારા જેવાં માણસ એમના ઘરનો કારભાર કરશે. એક પાસ રુપાળી ને બીજી પાસ લટકાળી. પણ ભાઈસાહેબ, અાજ દરબારમાં કેટલીવાર થશે ?”

“ એ-બાર વાગ્યા સુધી ત્યાં રોકાશે. ત્હારે ત્યાં સુધી રાજધાની છે. તને ખબર નહી હોય ક્યાં સુધી દરબાર છે તેની ? ”

“મને તો સાંઝના દરબારની ખબર છે, અલકકિશોરી અને બધાંને પકડી અાણવાં છે તે વખતની. ત્યારે હું બાર વાગ્યા સુધી ઘરનો રાજા.”

“આજ તો સીપાઈયોએ સાથે આવવાના છે. તું ફીકર ન કરીશ. સઉ પહેલો હું આવીશ ને છેક બારણેથી બુમ પાડીશ.”

"પાડ તમારો.”

“જો ભોગ હશે તો બાર વાગ્યા પ્હેલો બ્હીનીશ.”

“અરે, ભાઈસાહેબ, આસપાસ ગોપીયો ને વચ્ચે ખેલે કનૈયો. તેવે વખતે કેની તો શઠરાચ જાતે અાવે ત્હોયે બ્હીનું નહીં ને. એ તો કરતા હોય સો કીજીયે. બધાને સમઝાવું ને પ્હોંચું એવો છું.”

“ફક્કડ ! પણ અલ્યા બે સંપે છે ભલાં !”

નણુંદ ભોજાઈ આખું ગામ ધ્રુજાવે એવાં છે પણ મ્હારી પાસેબકરીયો - ગઉવાં"

જે કુટુંબમાં વડીલવર્ગ સળેલો તે કુટુંબમાં સર્વ સળેલું હોય છે. ઉપરીની નીતિ-અનીતિનું છોકરાં અને ચાકરો સૂક્ષ્મ અવલોકન કરે છે, ઉપરી-