“હા, એ બ્હીક તો ખરી. પણ મ્હારું મન ક્હે છે કે આજ
સારું જ થશે. મને કાંઈ બ્હીક લાગતી નથી. કાંઈ બીજું હશે–”
અલકકિશોરી આવી.
“અલક, જો નવીનચંદ્ર સાથે જવું પડે તો હોંશીયારી રાખજે હોં ! ત્હારી ભાભીને જોઈયે કેવી છાતી પર રાખે છે ?"
પ્રમાદધન આવ્યો અને કહ્યું કે સઉ એકઠા થયા છે અને દરબારમાંથી બીજું તેડું આપ્યું છે. અલકકિશોરીને કંકુ લેવા સૌભાગ્યદેવીએ મોકલી. કપડાં પ્હેરી બુદ્ધિધન નીચે ઉતર્યો, દાદર અર્ધો ઉતરે છે, એટલામાં અલકકિશેરી કંકાવટી લેઈ સામી આવી.
“ફતેહ ! પિતાજી, ૯યો. હું જ સામી મળી. હવે જોઈ લ્યો ! કપાળ ધરો. હું ચાંલ્લો કરું, આજ તો ડંકા ! ”
સઉ મેડી ઉપરથી ઉતર્યા અને ખડકીમાં આવી જોડા પ્હેરી બારણા બ્હાર નીકળવા તત્પર થયા. નવીનચંદ્ર પણ તૈયાર થયો. બુદ્ધિધનના ક્હેવાથી પ્રમાદધને તેને સારાં કપડાં, અંગવસ્ત્ર વગેરે પહેરાવ્યું હતું. અને અમાત્યે આંગળીયે લીધો. વનલીલા સવારમાં સાસરેથી ઘેર જવા નીકળી હતી અને વર પાસેથી કાંઈક ખટપટની વાત સાંભળી હતી તે ક્હેવા કુમુદસુંદરીને બારણે બોલાવી હતી. એટલે ઉભાં ઉભાં બે જણે વાતો કરી વનલીલા ગઈ અને કુમુદસુંદરી ઘરમાં પેસે છે એટલામાં અમાત્ય અને સર્વે મંડળ બ્હાર નીકળતું સામું મળ્યું એટલે સંકોડાઈ સોડીયું વાળી બ્હાર ખુણામાં ઉભી રહી અને સઉ નીકળી ચુકયા એટલે અંદર ગઈ.
“નવીનચંદ્ર, શકુન તો સારા થયા. દાદ૨ આગળ અલક મળી અને બારણા અાગળ કુમુદસુંદરી મળ્યાં” પ્રસન્ન વદને અમાત્ય બોલ્યો.
“હાજી, મંગળ શકુન સંપૂર્ણ થયા. વારું, આનંદ પામો.” સઉ અમાત્યને અભિનંદન કરવા મંડી ગયાં અને ઘર બ્હાર ચા૯યાં.
આવું છતાં બુદ્ધિધનના મનમાં આશંકા રહી. "આ ઘર પાછું જોવા વારો આવશે કે નહી ? કુટુંબનો ફરી ભેટો થશે કે અત્યારે જાઉં છું તે છેલું પ્હેલું ? નીકળતાં નીકળતાં દેવીને આખરનું સ્નેહાલિંગન ન દેવાયું ! હે ઈશ્વર, શું થશે ? આ મ્હારાં અલક અને કુમુદ – ફરી મળશે ? પ્રમાદ– " આ વિચારોથી ઉભરાતું મગજ આંખોની બારીયોમાંથી ઘરનાં બારણામાં ઉભેલી પવિત્ર સુંદરીયોને જેનું જેનું શરીરની સાથે ઘસડાયું અને, ઘર અદ્રશ્ય થતાં, ઘરને ભુલી ગયું અને દરબારના વિચારમાં લીન થયું. રંક જન્મેલાને ભવિષ્ય કારભારના બારણામાં કંઈ કંઈ વિદ્નો દેખાયાં. તે દૂર કરવાનાં સાધનો પણ પોતે ઉભાં કરેલાં દેખાયાં. એની આસપાસ વિચિત્ર