પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

"બહુ સારૂં.”

૨ામભાઉએ બુદ્ધિધનને કાનમાં પુછયું: “જેલની તપાસ કોણ કરે છે?”

“તર્કપ્રસાદ” બુદ્ધિધને કાનમાં કહ્યું.

રામભાઉ ઉઠ્યો. ઉઠતાં ઉઠતાં બોલ્યો : “ રાણાજી ! રજા લઉં છું. તર્કપ્રસાદને જરા મ્હારી સાથે લઉં છું.”

કોઈથી ના ન ક્‌હેવાઈ. ન્યાયાધીશ એની સાથે જવા ઉઠ્યો.

શઠરાય અને કરવતરાય બેને ગભરાટ થયો. એમ લાગ્યું કે વાણીયાને સમુળગો સંતાડવો હતો અને ક્યાં છે તેનો પત્તો જ ન લાગવા દીધો હત તો ઠીક થાત. પણ હવે વખત ગયો અને એ ઉત્તમ વિચાર પશ્ચિમ બુદ્ધિનો લાગવાથી પસ્તાવાનું સાધન થઈ પડ્યો. “હવે તો થાય તે થવા દ્યો. પડશે એવા દેવાશે. ક્યાં ચટણાને પઈસો વ્હાલો નથી ?” આ વિચાર કરી હીમ્મત ધારી શઠરાયે નિશ્ચિત દેખાવ ધારણ કર્યો.

આ સર્વ કાળ નવીનચંદ્રે શાળાના માસ્તર સાથે વાતોમાં ગાળ્યો. કારભારીની સાથે બેઠેલા સર્વ અમલદારોનું માસ્તરે આઘેથી ઓળખાણ કરાવ્યું. સુવર્ણપુર સંસ્થાનને વીશ મહાલ હતા. દરેક મહાલમાં “મહાલકરી,” “ન્યાયાધીશ,” “ફોજદા૨,” આદિ અમલદારો ર્‌હેતા હતા. સુવર્ણપુર પણ એક મહાલનું મુખ્ય સ્થાન હતું અને એવા અમલદારો ત્યાં ર્‌હેતા હતા અને એ ઉપરાંત એ નગર ખાતેના અમલદારો – જેવા કે “નગરન્યાયાધીશ,” “વેરાંઉઘરાતદાર,” “શહેર ફોજદાર” વગેરે–પણ ર્‌હેતા. અમલદારોનાં નામ પેશવાઈ, મોઘલાઈ, ઈંગ્રેજીરાજ્ય, વગેરે ઉપ૨થી ખીચડપાક કરી રાખવામાં આવ્યાં હતાં અને નામ ઉપરથી અધિકારીનું કામ સમજાય એમ ન હતું, જેમકે “ફોજદા૨” ક્‌હેવાતા “દુષ્ટરાય” ના હાથમાં આખા સંસ્થાનના “પોલીસ કમીશનર” નો અધિકાર હતો. માસ્તરે નવી નવીનચંદ્ર પાસે આખ વડે સઉને બતાવી મ્હોં વડે વર્ણવવા માંડ્યાઃ

"આ કારભારી સાથે કરવતરાય છે - તે એમના ભાઈ. એમને બે હજારનું વરસ છે. પંદર વર્ષથી નોકરી કરે છે. એમના બાપે પઈસો મુક્યો ન હતો. આજ એમની પાસે દશ લાખનો જીવ છે.”

"એ શી રીતે ?"

“સાહેબ, એ બધું ક્‌હેવાને અત્ર શીરસતો નથી. વળી જુવો. આ એમની સાથે બેઠા છે તે દુષ્ટરાયના સસરા. દીકરીથી એમનું ઘર ઉજળું થયું છે. કન્યાદાનના બદલામાં નોકરી લેવી એ અત્રે યોગ્ય ગણાય છે. સઉના કરતાં એમની લાગવગ વધારે છે. પાસે પઈસો પણ ઠીક છે. જમાઈની